જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં આજે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આકરા ઉનાળા બાદ અને ચોમાસાના પ્રારંભે પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં શીતળતા પ્રસરી ગઈ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં થોડી જ વારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેરબાની થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
ખેડૂતોમાં આનંદ













