Junagadhમાં માળિયા હાટીનાના ઘોઘમ ધોધમાં ન્હાવા ગયેલા એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું


જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં એક દુઃખદ ઘટના બની હતી. જ્યાં પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના તાલુકાના વડાળા ગામ નજીક આવેલા ઘોઘમ ધોધમાં બની હતી. જ્યાં યુવક ન્હાવા માટે ગયો હતો. મૃતક યુવક ઘોઘમ ધોધમાં ન્હાવા માટે પડ્યો હતો. પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબી ગયો હતો. આસપાસ હાજર રહેલા લોકોએ યુવકને ડૂબતો જોઈને તેને બચાવવાના પ્રયાસો કર્યા હતા.

માળિયા હાટીના તાલુકાના વડાળા ગામની ઘટના

સ્થાનિક લોકો દ્વારા મહામહેનતે યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે જ્યારે યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. યુવકનો શ્વાસ થંભી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘોઘમ ધોધમાં નાહવા પડેલા યુવકનું મોત

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજે લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી એ સાબિત થાય છે કે પ્રવાસી સ્થળોએ ન્હાવા જતા લોકોએ વધુ સાવચેત રહેવું જરૂરી છે. જેથી આવા દુઃખદ બનાવો ન બને.


  • Follow us on: