જૂનાગઢ જિલ્લાના પાતાપુર ગામની સીમમાં આવેલા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નજીક ફરી એકવાર સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. મોડી રાત્રે ત્રણ સિંહ લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેના કારણે આસપાસના ગ્રામજનો અને ઉદ્યોગના કર્મચારીઓમાં ફરી એકવાર ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના ગત મોડી રાત્રિ દરમિયાન બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણ સિંહ શાંતિથી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની આસપાસના વિસ્તારમાં ફરી રહ્યા હતા.
મોડી રાત્રે ત્રણ સિંહની લટાર સીસીટીવીમાં કેદ













