જૂનાગઢના પ્રસિદ્ધ જટાશંકર જંગલમાં આજે અચાનક ધોધમાર વરસાદ પડતા 150 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા. જોકે વન વિભાગની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રવાસીઓ જંગલમાં કુદરતી સૌંદર્ય અને ધોધનો આનંદ માણવા પહોંચ્યા હતા. ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
ધોધમાર વરસાદ પડતા પ્રવાસીઓ ફસાયા હતા જંગલમાં













