જૂનાગઢ શહેરમાં સ્થિત ઈન્દ્રેશ્વર ફોરેસ્ટ ગાર્ડ ચોકી દ્વારા જૂનાગઢ ૧૮૧ અભયમ ટીમને જાણ કરવામાં આવી હતી કે એક તરુણી મળી આવેલ છે.તેથી તેની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર પ્રિયંકા ચાવડા, મહિલા પોલીસ અધિકારીઅસ્મિતા અને પાઈલોટ રાહુલ ખાવડુ તરત જ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મહિલા ફોરેસ્ટ ગાર્ડને મળીને સમગ્ર હકીકત તપાસતા જાણવા મળ્યું હતું કે,આ ગુમશુદા તરૂણી તેમની ચોકીએ આવી હતી અને તેણીએ ઇન્દ્રેશ્વર મંદિર મુકી જાવ તેવી વાત રજૂ કરી હતી.જો કે આ તરૂણી એકલી જ આવી હતી.


દીકરીને ખરાબ મિત્રોની સંગત ના કરવા માટે ઠપકો આપ્યો

તરુણીએ આગળ જણાવ્યું હતું કે,તેની માતા દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.તેથી તેને હવે ઘરે જવું નથી. ત્યારબાદ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તેનું વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેના ઘરે ગયા હતા.તેની માતાની સાથે ટેલિફોનિક વાતચીત કરતા માટે જણાવ્યું હતું કે પોતાની દીકરીને ખરાબ મિત્રોની સંગત ના કરવા માટે ઠપકો આપ્યો હતો અને અભ્યાસમાં ધ્યાન આપવા માટે તાકીદ કરી હતી.

સારા મિત્રો સાથે મિત્રતા રાખવી જોઈએ

જો કે આ દીકરીના પિતા સ્થળ પર જ હાજર હોય જેથી તેમનું પણ કાઉન્સેલીગ કરવામાં આવ્યું હતું. અંતમાં આ દીકરી સમજી જતા તેમના પિતાને તેણીનો કબજો સોંપવામાં આવ્યો હતો. તેણીને સલાહ આપવામાં આવી હતી કે તારે સારા મિત્રો સાથે મિત્રતા રાખવી જોઈએ અને અત્યારે માત્ર ને માત્ર પોતાના અભ્યાસમાં જ ધ્યાન આપવા કીધું હતું. પોતાની દીકરી સહી સલામત ફરીથી મળી જતા તરૂણીના માતા પિતાએ ૧૮૧ હેલ્પલાઇન ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


  • Follow us on: