બાદમાં તે વિડીયો વાયરલ કરવાની અને ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપીને 40 લાખ માંગ્યા માંગ્યા હોવાની ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોધાઇ હતી, જે કેસમાં પોલીસે રાજકોટની મહિલા સહિતના ત્રણને ઝડપી લીધા છે.
ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવી હતી
જૂનાગઢના ચોબારી રોડ ઉપર વિનાયક રેસિડેન્સીમાં રહેતા અને વર્ષ 2017માં ફોરેસ્ટર તરીકે નિવૃત થયેલા પરશોતમભાઈ ત્રિકમભાઈ કનેરિયા ઉ.67 એ બી ડિવીઝન પોલીસમાં રાજકોટની ઉર્મિલા, તેની બહેનપણી અને એક અજાણ્યા શખ્સ સામે 40 લાખ માંગ્યાની ફરિયાદ નોધાવી હતી. એક વર્ષ પહેલા ઉર્મિલાએ ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને મિત્રતા કેળવી હતી, બાદમાં આત્મિયતા કેળવીને નિવૃત ફોરેસ્ટરને રાજકોટ અને ચોટીલામાં મળવા બોલાવ્યા હતા.













