​જૂનાગઢ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. દોલતપરા વિસ્તારમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં એક યુવતીએ સગાઈ કરવાની ના પાડતાં તેના પ્રેમીએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, રામદેવપરા વિસ્તારની રહેવાસી 21 વર્ષીય યુવતી નવા વર્ષના દિવસે બપોરે એક વાગ્યે તેના સંબંધીઓને મળીને મિત્રો સાથે પરત ફરી રહી હતી.


પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ

સાંજે 5.30 વાગ્યાની આસપાસ, દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસે, આરોપી રુત્વીક સોલંકી અને તેનો મિત્ર બાઇક પર આવ્યા હતા અને આરોપી રુત્વીક સોલંકી સાથે યુવતીની સગાઈની વાતચીત ચાલતી હતી, પરંતુ યુવતીના પરિવારે સગાઈ કરવાની ના પાડી દીધી હતી. આ વાતનો ખાર રાખીને રુત્વીકે યુવતીને રોકી અને "તું મારી નહીં તો કોઈની નહીં" તેમજ "આજે તો તને પતાવી જ દેવી છે" કહી છરી વડે તેના પેટના ભાગે ગંભીર ઘા માર્યા હતા.

પોલીસે આરોપીને ઝડપી રિકન્ટ્રકશન પણ કર્યુ

હુમલા દરમિયાન યુવતીના મિત્રો વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ માર માર્યો હતો. છરીના ઘા વાગવાથી યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેના મિત્રો તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા, ​હુમલો કર્યા બાદ આરોપીએ યુવતીને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ગંભીર ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને સગાઈની ના પાડવાના મનદુઃખને કારણે આરોપીએ આ કૃત્ય કર્યું છે. પોલીસે (BNS કલમ હેઠળ) હત્યાની કોશિશ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી, આરોપી ઋત્વિક સોલંકીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી ને લઈને દોલતપરામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


  • Follow us on: