જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અન્વયે ગુનો નોંધાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ ગેંગે છેલ્લા 10 વર્ષ દરમિયાન શહેરમાં ખૂનની કોશિષ, પોલીસ પર હુમલો સહિતના ગંભીર પ્રકારના 28 જેટલા ગુનાઓમાં પોલીસ દફ્તરે નોંધાયેલા છે.પોલીસે ધરપકડ કર્યા બાદ ચાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી
જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ચાર લોકોની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ગેંગના લીડર અસ્લમ કુરેશીની આગેવાનીમાં આ ટોળકીએ તા.3 જુલાઈ 2015 થી તા.20 જાન્યુઆરી 2026 સુધીમાં ખૂનની કોશિષ, ખંડણી માંગવી, બળજબરીથી પૈસા પડાવી લેવા 28 જેટલા ગુનાઓમાં પોલીસ દફ્તરે નોંધાયેલા છે.













