જૂનાગઢમાં ખાખી મઢીના મહંત તથા મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુને ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મહંત પાસે ખંડણીની માંગ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી ધમકી આપી
માહિતી અનુસાર, આરોપીએ મહંત સુખરામ દાસ બાપુના પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી તેમની સામે ખોટી એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને આ મામલે સમાધાન બદલ ખંડણી માંગવામાં આવી હતી.













