ગુજરાતમાં ઠંડીની અસર વધતાં જ તસ્કરો સક્રિય થયાં છે. પોલીસને હાથતાળી આપી દેતા તસ્કરોનો આતંક સામે આવ્યો છે. જૂનાગઢના માણાવદરમાં તસ્કરોએ ઓપેરા મીલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરી કરતી વખતે સિક્યુરિટી ગાર્ડ જાગી જતાં તસ્કરોએ તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો
જૂનાગઢના માણાવદરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ઓપેરા મીલમાં બાઈકની ચોરી કરવા માટે ઘૂસેલા તસ્કરોની જાણ થતાં જ સિક્યુરિટી ગાર્ડ જાગી ગયો હતો. તેણે તસ્કરોને રોકવાનો પ્રયાસ કરતાં તસ્કરોએ માર માર્યો હતો. તસ્કરો મીલમાં બારીનો કાચ તોડી ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતાં. સિક્યુરિટીને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.













