જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ અને ઝાંઝરડા ચોકડી ઉપર આવેલા સ્પા માં બી ડિવીઝન પોલીસે સઘન ચેકિંગ કરીને જાહેરનામાંના ભંગ બદલની ડ્રાઈવ રાખી હતી, જેમાં નવ જેટલા સ્પા ના સંચાલકો સામે પોલીસે નવ જેટલા ગુના દાખલ કર્યા છે.


 સ્પા ના સ્થળોએ ચેકિંગ

 જૂનાગઢ બી ડિવીઝન પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે આજે ઝાંઝરડા રોડ અને ઝાંઝરડા ચોકડી ઉપર આવેલા સ્પા ના સ્થળોએ ચેકિંગ કરીને એક ડ્રાઈવ કરી હતી, જેમાં દરેક સ્થળે જાહેરનામાં અનુસાર સીસીટીવી કેમેરા, સ્પા માં આવતા લોકોનું નિભાવવામાં આવતું રજીસ્ટર, અને બહારના રાજ્યોના લોકોને કામે રાખ્યા હોવાની વિગતોને તપાસવામાં આવતી હતી,




જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી

જેમાં આ જાહેરનામાંના ભંગ બદલ રોઝેટ ધ ફેલીમી સપા (દ્વારિકા પ્લાઝા), નેચરલ સ્પા એન્ડ વેલનેસ (એવરસાઈન કોમ્પ્લેક્ષ), પ્લેટીનીયમ સ્પા (પેરી પ્લાઝા), ફીલગુડ ધ ફેમીલી સ્પા (રોયલ પ્લાઝા), ડોલ્ફિન ફેમીલી સ્પા (પ્રિઝમ કોમ્પ્લેક્ષ), વેલનેસ સ્પા (ઝાંઝરડા ચોકડી), ડીલાઇટ ફેમીલી સ્પા (અક્ષર પ્લાઝા), ધ પ્રિમીયમ ફેમીલી સ્પા (એવરસાઈન), અને ન્યુ નેચરલ ફેમીલી સ્પા (ઝાંઝરડા ચોકડી) સામે જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરી છે.


આ પણ વાંચો---- SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન, 99.76 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી

  • Follow us on: