માણાવદરમાં ગતરાતે 12 વાગ્યાના અરસામાં મિતડી રોડ ઉપર આવેલી ઓપેરા મિલમાં બે ચોર ઘુસ્યા હતા, અને ઓફીસના કાચ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શેડમાં સુતેલા વૃધ્ધ ચોકીદારે પડકારતા બને તસ્કરોએ ચોકીદાર ઉપર હુમલો કરીને માર મારીને ભાગી ગયાની ઘટના પોલીસ દફતરે નોધાઇ છે.
રાતે 12 વાગ્યે બે અજાણ્યા શખસો મોઢે કપડું બાંધેલી હાલતમાં આવ્યા
માણાવદરના મિતડી ગામથી ઈલાસરી ધાર જતા રસ્તે ઓપેરા મિલ આવેલી છે, જેમાં છેલ્લા અઢી વર્ષથી ભુપતભાઈ કાદુભાઈ ચૌહાણ ઉ.૬૦ ચોકીદાર તરીકે કામ કરે છે, ગઈકાલે રાતે તેઓ કામે આવ્યા હતાં, અને સાથે મિલમાં કારીગર તરીકે કામ કરતો ઉમેશ કુમારપાલ હતો, તે પોતાની ઓરડીમાં સુતો હતો, અને ભુપતભાઈ શેડમાં સુતા હતા. તે અરસામાં રાતે 12 વાગ્યે બે અજાણ્યા શખસો મોઢે કપડું બાંધેલી હાલતમાં આવ્યા હતા.













