જૂનાગઢમાં ગોરખનાથ જગ્યામાં તોડફોડના કેસમાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે તોડફોડ કરનારા પૂજારી અને સેવકની અટકાયત કરીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ શરૂ કરી છે.પૂજારીએ જ મૂર્તિ ખંડિત કરીને મંદિરમાં તોડફોડ કરી હતી. પોલીસે ચોરીની ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. બન્ને આરોપી એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું

આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસે ગુરુ ગોરખનાથ શિખરની ઘટનાનો ભેદ ઉકેલીને શ્રદ્ધાળુઓની આસ્થાને પુન: સ્થાપિત કરી છે. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતના ગુરુ ગોરખનાથ શિખર પર સ્થિત ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિનું શિરચ્છેદ કરીને તેને ખીણમાં ફેંકી દેવાની ઘટના સામે આવતા લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી.

પોલીસના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

હર્ષ સંઘવીએ વધુમાં લખ્યું હતું કે, જૂનાગઢ પોલીસ અને એસપીની ઝીણવટભરી તપાસ અને ઝડપી કાર્યવાહીથી ગણતરીના દિવસોમાં આ કેસનો ભેદ ઉકેલાયો છે અને ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે. જૂનાગઢ પોલીસની આ કામગીરીએ ધર્મ અને આસ્થાને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેમણે જૂનાગઢ પોલીસના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં.


  • Follow us on: