વ્યાજખોરોના ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે મહેસાણાના કડીમાં શંખેશ્વરના પરિવારે કડીની નર્મદા કેનાલમાં વ્યાજખોરોના ત્રાસથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. એક જ પરિવારના 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. જેને લઈને હાલમાં કડી પોલીસ મથકમાં શંખેશ્વરના 10 વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.


કારમાંથી સુસાઈડ નોટ અને મોબાઈલ પોલીસને મળી આવ્યો

વ્યાજખોરોના ત્રાસથી શંખેશ્વરના પંચાલ પરિવારે કડીની નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. તમને જણાવી દઈએ કે 15 દિવસ પહેલા કડીની નર્મદા કેનાલમાંથી ત્રણેય લોકોની લાશ મળી આવી હતી. કેનાલમાંથી પતિ ધર્મેશભાઈ પંચાલ, તેમની પત્ની ઉર્મિલાબેન પંચાલ અને બાળક પ્રકાશ પંચાલની લાશ મળી આવી હતી. નર્મદા કેનાલ ઉપરથી પંચાલ પરિવારની કાર અને કારમાંથી સુસાઈડ નોટ અને મોબાઈલ પોલીસને મળી આવ્યો હતો. ઘટના બાદ પોલીસે કાર, સુસાઈડ નોટ અને મોબાઈલ પર કબજે કર્યો હતો. ત્યારે પોલીસે સુસાઈડ નોટની તપાસ કરતા તેમાં વ્યાજખારોના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કડી પોલીસે શંખેશ્વરના આ 10 વ્યાજખોરો સામે નોંધી ફરિયાદ

  • હેમુજી ઉર્ફે પ્રમુખ ઠાકોર
  • મેરા ભરવાડ
  • ગંભીરદાન રાજુભાઈ ગઢવી
  • અંકિત દલાલ
  • ધીરુ દેકાવાડીયા
  • મોહન ભરવાડ
  • હસુજી ઠાકોર
  • મહેશ પંચાલ
  • રાઘવદાન ગઢવી
  • જયદીપ સોની 

  • Follow us on: