ગાંધીનગરના કલોલમાં લાંચિયો એન્જિનિયર પકડાયો છે. તાલુકા પંચાયતમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. બ્લોક એન્જિનિયરને આઠ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. આરોપી આઉટસોર્સિંગથી કામ કરતો હતો. તાલુકામાં થયેલા કામ માટે લાંચ માગી હતી. 2.60 લાખની રકમની લાંચ માંગતા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કલોલમાં લાંચિયો એન્જિનિયર ઝડપાયો
ફરીયાદીના ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પાનસર,આરસોડીયા,ધાનજ તથા બોરીસણા ગામોમાં કરેલા કામોના બિલના અંદાજીત 2.60 લાખ મંજુર કરવાની અવેજમાં ફરીયાદી પાસેથી આ કામના આરોપીએ આઠ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા નહીં માગતા હોવાથી તેમણે પાટણ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આઠ હજારની લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ ગયો હતો.













