વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાયર ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગામના બે જૂથો વચ્ચે કોઇ કારણોસર બોલાચાલી થયા બાદ જૂથ અથડામણ થતાં ચાર લોકોને ઇજા થઇ હતી જે પૈકી 2 વ્યક્તિને વધુ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે


સાયર ગામમાં જૂથ અથડામણ થઇ

કરજણના સાયર ગામમાં જૂથ અથડામણ થઇ હતી. બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા

2 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા

ઘટનામાં ચાર લોકોને ઇજા થઇ છે જે પૈકી 2 વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. પોલીસે બંને જૂથના લોકોની પૂછપરછ કરીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરુ કરી છે.

કારણોની પોલીસે તપાસ શરુ કરી

ઘટનાના વધુ પડઘાં ના પડે તે માટે પોલીસે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. ક્યા મુદ્દે બંને જૂથ વચ્ચે તકરાર થઇ તે સહિતના કારણોની પોલીસે તપાસ શરુ કરી છે. ઘટલ લોકોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.


  • Follow us on: