હાઇવે પર માલસામાન ભરીને પસાર થતા ટ્રેઈલર માંથી માલ સામાનની ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધારને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો છે, આરોપી સામે મુન્દ્રા ,અંજાર અને ગાંધીધામ બી, ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીને ઝડપવા એક ટીમ રાજસ્થાન પહોંચી હતી
ઝડપાયેલો આરોપી યોગેન્દ્ર સિંહ ઉર્ફે યોગેશ ઉદાવતએ ડ્રાઇવરોની ગેંગ બનાવીને ટ્રેઈલરમાંથી માલસામાનની ચોરીને અંજામ આપતા હતા, સીલ મારેલા કન્ટેનરને તોડવામાં આરોપીની માસ્ટરી હતી, આરોપી હાઈવે પરથી પસાર થતા કન્ટેનરમાંથી તલ, મગફળી, ઇસબગુલ જેવા ખેત પેદાશોના પાકોની ચોરીને અંજામ આપતો હતો, આરોપી સામે મુન્દ્રા ,અંજાર અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે અને ચોરીના ગુનામાં ફરાર આરોપી યોગેશ ઉદાવતની પોલીસે શોધખોળ હાથ ધરી હતી, આરોપીને પકડવા માટે મુન્દ્રા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી.













