પૂર્વ IPS કુલદીપ શર્મા સામે કોર્ટે અરેસ્ટ વોરંટ કાઢતા ખળભળાટ મચી ગયો છે. કચ્છના  ઇભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે.


 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ

પૂર્વ IPS કુલદીપ શર્મા સામે ભુજની સેશન્સ કોર્ટે અરેસ્ટ વોરંટ કાઢ્યું છે અને 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. મળતી માહિતી મુજબ સજા બાદ કુલદીપ શર્માએ સરન્ડર ના કરતાં કોર્ટે આ એરેસ્ટ વોરન્ટ જારી કર્યું હતું.

 કુલદીપ શર્મા તથા અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું

કચ્છના તત્કાલીન એસ.પી કુલદીપ શર્મા તથા અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ભુજ સેસન્સ કોર્ટે 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. કુલદીપ શર્મા હાજર ન રહેતા સેસન્સ કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું છે.

ઇભલા શેઠને માર મારવાનો આ કેસ 1984નો છે

ઉલ્લેખનિય છે કે ગત ફેબ્રુઆરીમાં ઇભલા શેઠને માર મારવાના કેસમાં કુલદીપ શર્માને 3 મહિનાની કેદ થઇ હતી. મુસ્લિમ આગેવાન ઇભલા શેઠને માર મારવાનો આ કેસ 1984નો છે અને તે સમયે પોલીસ વડા કુલદિપ શર્માને મળવા ગયેલા ઇભલા શેઠને કુલદીપ શર્મા સહગિત ત્રણ અધિકારીઓએ ઇભલા શેઠને માર માર્યો હતો તેવી ફરિયાદ નોંધાઇ હતી.

કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો

 ઇભલા શેઠની સાથે કુલદીપ શર્માને મળવા ગયેલા શંકરલાલ જોશી દ્વારા આ ફરિયાદ કરાઇ હતી. તેમાં ભુજ કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.


  • Follow us on: