પૂર્વ કચ્છની વધુ એક હાઈવે હોટલ પર નશાનો કારોબાર ઝડપાયો છે જેમાં શિકારપુર નજીક આવેલી હોટેલ અનમોલમાં SOGએ કાર્યવાહી કરી છે, હોટલ પર હેરોઈન અને અફીણનું છૂટક વેચાણ કરતો સંચાલક ઝડપાયો છે, 20 હજારનું 5 ગ્રામ હેરોઈન, 19 હજારનું 19 ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યું છે, હોટેલ સંચાલક હરનેકસિંઘ ખેરાની ધરપકડ કરાઈ છે.
કચ્છની એક હોટલમાંથી હેરોઈન વેચતો શખ્સ ઝડપાયો
કચ્છમાંથી ડ્રગ્સ અને અફીણ વારંવાર ઝડપાય છે ત્યારે ફરી એક વાર કચ્છની હોટલમાંથી હેરોઈન વેચતો શખ્સ ઝડપાયો છે, આ શખ્સ કચ્છ અને આસપાસના ગામડાઓમાં હેરોઈન અને અફીણનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે, પોલીસે તેની પાસેથી 84 હજાર રોકડા અને ઈલેકટ્રોનિક વજન કાંટો પણ જપ્ત કર્યો છે, શખ્સ કયાંથી માલ લાવતો હતો અને છૂટકમાં કોને આપતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. સમગ્ર ઘટનામાં એસઓજી પોલીસની કાર્યવાહી છે.
પૂર્વ કચ્છમાં ગુનામાં ઝડપાયેલ માદક પદાર્થનો નાશ કરાયો
પૂર્વ કચ્છમાં એનડીપીએસના કેસ હેઠળ જપ્ત કરાયેલ મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે, પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ આ મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે, અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને અધિકારીઓની સાક્ષીમાં મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે, 9 અલગ-અલગ કેસોમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ માદક પદાર્થોમાં 31.996 કિલોગ્રામ ગાંજો અને 682.27 કિલોગ્રામ પોસ્ત ડોડાનો સમાવેશ થાય છે. કુલ મળીને 12.96 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો છે.