કચ્છના આદિપુર વિસ્તારમાં આવેલી તોલાણી કોલેજમાં એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એક વિદ્યાર્થીને ઠપકો આપવામાં આવ્યો હતો, જેના મનદુઃખમાં તે વિદ્યાર્થીએ પોતાના અન્ય સાથી મિત્રો સાથે મળીને પ્રિન્સિપાલ પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર શૈક્ષણિક જગતમાં ચિંતા અને રોષનો માહોલ છે. આ હુમલાની સમગ્ર ઘટના કોલેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે.
પોલીસ ફરિયાદ અને કાર્યવાહી













