કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રંબા ગામમાં થોડા સમય પહેલા થયેલા યુવકની હત્યાના કેસનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરીને તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્રંબામાં ધનસુખ ડોડીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસે ચોંકાવનારી વિગતો મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે આ હત્યાનું મૂળ કારણ પ્રેમ સંબંધ હતું.
પ્રેમ સંબંધમાં ત્રંબામાં યુવકની થઈ હતી હત્યા
પોલીસે સઘન તપાસના આધારે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો. વધુમાં ઘટના કઈ રીતે બની અને હત્યા કેવી રીતે કરવામાં આવી તે જાણવા માટે પોલીસે આરોપીને સાથે રાખીને બનાવ સ્થળ એટલે કે ત્રંબા ગામની મુલાકાત લીધી હતી. પોલીસે આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેથી હત્યાના દરેક પાસાને સ્પષ્ટ રીતે સમજી શકાય.













