કચ્છના રાપર પાસે આવેલા ત્રંબો ગામમાં યુવકની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઇ છે. પ્રેમ સંબંધના મામલે યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હોવાનું બહાર આવ્યું છે.


ત્રંબો ગામના બસ સ્ટેન્ડ નજીક યુવકની હત્યાનો બનાવ

રાપર પાસે આવેલા ત્રંબો ગામના બસ સ્ટેન્ડ નજીક યુવકની હત્યાનો બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પ્રેમ સંબંધનો વહેમ રાખી ધનસુખ ડોડીયા નામના યુવકની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. હત્યાને પગલે ગામમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી

ઘટનાની જાણ થતાં પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી છે. મળેલી માહિતી મુજબ સોમવારે રાત્રે ત્રંબો ગામમાં રહેતા ધનસુખ ડોડીયા નામના યુવકની જાહેર રસ્તા પર કેટલાક શખ્સોએ હત્યા કરી હતી. તેનો મૃતદેહ મળી આવતા લોકો એકત્ર થઇ ગયા હતા અને યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. તબીબી તપાસમાં યુવકને આંખ અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું બહાર આવ્યું હતું.

યુવકની હત્યા કોણે કરી તે સામે આવી શક્યું નથી

જો કે હજું સુથી આ યુવકની હત્યા કોણે કરી તે સામે આવી શક્યું નથી પણ ચર્ચાતી માહિતી મુજબ પ્રેમસંબંધમાં યુવકની હત્યા કરાઇ છે. ઘટનાના પગલે યુવકના પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા અને હત્યારાને કડક સજા આપવાની માગ કરી હતી.


  • Follow us on: