મહીસાગર જિલ્લાના 620 ગામોમાં નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિ સામે આવતાં CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં CID ક્રાઈમ દ્વારા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ પટેલ અને કે.ડી. વણકરની ધરપરડ કરવામાં આવી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ એજન્સી સામે પણ સકંજો કસવામાં આવ્યો છે. આ કૌભાંડમાં 12 કર્મચારીઓ પૈકી બેની અટકાયત કરવામાં આવી છે. જિલ્લામાં 12 કર્મચારીઓ સામે તપાસ તેજ કરાઈ છે.
ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખની ધરપકડ













