મહીસાગર જિલ્લાના લુણાવાડાના રામપુર પાદેડી ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ઇકો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ત્યાંના સ્થાનિકલોકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં ઈકો કારમાં સવાર લોકોને કોઈ જાનહાનિ થઈ નહોતી. આ સમગ્ર ઘટના રામપુર પાદેડી ગામમાં બની હતી. જ્યાં એક ઇકો કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. કાર પસાર થઈ રહી હતી તે જ સમયે અચાનક તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.


અચાનક ચાલુ કારમાં લાગી આગ

કાર ચાલકની સાવચેતીથી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ જોતજોતામાં આ ઈકો કારમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો તરત જ કાર ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં આગ લાગતાની સાથે જ ગામલોકોએ સમયસૂચકતા વાપરીને આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. તેમણે પાણી અને અન્ય ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રામજનોએ આગને ફેલાતી અટકાવી હતી

ગ્રામજનોનાના પ્રયત્નોને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે તે ઝડપથી ફેલાઈ ગઈ અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનોની નિયમિત જાળવણી અને સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


  • Follow us on: