મહીસાગર જિલ્લામાં વરસાદના આગમનની સાથે જ ખાતર ડેપો ઉપર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર ખેડૂતો વહેલી સવારથી જ ખાતર માટે લાઈનમાં લાગ્યા છે. ખાતર લેવા માટે ખેડૂતોની બૂમાબૂમ તો બીજી તરફ કેટલાક ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર ન મળતા રોષે ભરાયા છે. જરૂરિયાત મુજબ ખાતરની બેગો નહીં મળતા ખેડૂતો અટવાયા છે. સમયસર અને જરૂરિયાત મુજબ ખાતર મળે તેવી તંત્ર વ્યવસ્થા કરી આપે તેવી ખેડૂતોની માંગ.


પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખેડૂતો ખાતર લેવા લાઈનમાં લાગ્યા

ચોમાસાની ,સિઝન જામી છે ત્યારે ખેડૂતો ખેતરમાં વાવણી કરવા માટે તત્પર બન્યા છે. ખેતરમાં વાવણી સમયે ખાતરની પણ એટલી જ જરૂર પડતી હોય છે. મહીસાગર જિલ્લામાં ખાતર ડેપો પર ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખેડૂતો ખાતર લેવા લાઈનમાં લાગ્યા છે. ખેડૂતોને સમયસર ખાતર નહી મળતા બૂમાબૂમ કરી મુકી છે અને ખેડૂતોની તેમની જરૂરીયાત મુજબ ખાતરનો જથ્થો નહી મળતાં તેઓ રોષે પણ ભરાયા છે. ખેડૂતોને ખેતરમાં પાકના રક્ષણ અને સંવર્ધન માટે ખાતરની બહુ મોટી જરૂરીયાત રહેતી હોય છે. તેવામાં તેમને ખાતર નહીં મળતા તેઓ અટવાયા છે. ખેતરમાં પાક વાવેતર અને ખાતર આપવાનું કામ યોગ્ય સમયે કરવામાં આવે તો જ તે સારી ઉપજ આપી શકે છે. નહીંતર પાકને ખાતર નહીં મળતાં ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.

ખાતર માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર કરે તેવી ખેડૂતોની માંગ

ખેડૂતોને સમયસર અને તેમની જરૂરીયાત મુજબ ખાતર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોને સમયસર ખાતર મળશે તો તેઓ સારી ખેતી કરીને સારી એવું એવું ઉત્પાદન મેળવી શકશે. તે માટે તંત્ર યોગ્ય વેવસ્થા કરે અને ઝડપી તેનું નિરાકરણ લાવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.


  • Follow us on: