ગુજરાતમાં વિદેશી દારુ સહિત માદક દ્રવ્યોની હેરાફેરી અને વેચાણના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અરવલ્લીના માલપુરમાં પોષડોડા લઈને જતા શખ્સને પકડવા ગયેલી પોલીસ પર શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પોષડોડાનો જથ્થો લઈને જતાં પોલીસે ગાડીને ઘેરી લીધી હતી ત્યારે આ શખ્સે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
પોષડોડાની ગાડી ઘેરાઈ જતા પોલીસ પર ફાયરિંગ













