મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંખલપુર ગામમાં ઈનામી ડ્રો કૂપન દ્વારા છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસને બાતમી મળતા જ હર હર મહાદેવ એન્ટરપ્રાઈઝ નામની ધમાકા ઓફરવાળી કૂપન આપીને લોકોને છેતરતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.


કાર્ડ સ્ક્રેચ કરવાના બહાને લોકો સાથે કરતા હતા ઠગાઈ 

આરોપીઓ લોકોને લોભામણી જાહેરાતો આપીને ઈનામી ડ્રોની કૂપન આપતા હતા. લોકોને સ્ક્રેચ કાર્ડ ઘસીને ઈનામ જીતવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. બહુચરાજી પોલીસે આ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલી એક બલેનો ગાડી, રોકડા રૂ.7,700 અને 60 નંગ ઈનામી ડ્રો કૂપનો જપ્ત કરી છે.

આરોપીઓ પાસેથી ગાડી, રોકડ અને 60 ઇનામી કૂપન કરી જપ્ત

પોલીસે પકડાયેલા આરોપીઓ ધવલસિંહ રમેશસિંહ માધુસિંહ ઝાલા, જયદીપસિંહ જયંતીજી હલુજી દરબાર, વિજયજી કનુજી ભવાનસંગ ઠાકોર, ચેતનજી શંકરજી જીતાજી ઠાકોર, મેહુલભાઈ જસવંતભાઈ કાળીદાસ નાયક, મહેન્દ્રકુમાર લાલુસિંહ દરબાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ દ્વારા અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાની શક્યતા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા લોકોને આવી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: