મહેસાણાના વિજાપુરના ફુદેડા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે, યુવક તેના ઘર પાસે બેઠો હતો તે દરમિયાન ફુલ સ્પીડે આવેલા કારચાલકે એક યુવકને કચડી નાખતા તેનું મોત થયું છે, કારચાલક પકડાય તે પહેલા તે કાર લઈને ફરાર થયો હતો, તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરિવારમાં શોકની લાગણી છે.
મહેસાણામાં બેફામ કારચાલકની અડફેટે યુવકનું મોત
મહેસાણામાં બેફામ કારચાલકની અડફેટે યુવકનું મોત થયું છે, ઘર પાસે બેઠેલા યુવકને કારચાલકે અડફેટે લીધો છે અને યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે, અકસ્માતમાં પ્રકાશ સેનમા નામના યુવકનું મોત થયું છે, મૃતકના પરિજનોની માગ છે કે, યુવક ઝડપાશે નહી તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે, અને અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધ્યો છે, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. ન્યાય ન મળે તો પરિવારે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.