મહેસાણાના કડીમાંથી ફરી મેકેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે, કરણનગર ફાટકથી રિધમ હોસ્પિટલ રોડ પરથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, ઝઢપાયેલા બન્ને આરોપી કલોલના છે અને કલોલથી કડી ડ્રગ્સ વેચવા માટે આવ્યા હતા, પોલીસને બાતમી મળતા બન્નેને ઝડપી પાડયા છે અને એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,
કડીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
કડીના કરણનગર ફાટકથી રિધમ હોસ્પિટલ રોડ ઉપર ડ્રગ્સનું વેચાણ કરતા બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે, ઝડપાયેલ આરોપી પાસેથી 7.810 ગ્રામ એમડી ડ્રગનો જથ્થો મળી આવ્યો છે, કલોલના ફૈઝાન શેખ અને પરવેઝ ધુરધોયા નામના શખ્સો રીક્ષામાં ફરીને આ ડ્રગ્સનું વેચાણ કરતા હતા પોલીસે એમડી ડ્રગ અને રીક્ષા સહિત કુલ રૂપિયા 2.43 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે, કડી પોલીસે આ કેસમાં ગુનો નોંધ્યો છે અને ઝડપાયેલ બન્ને શખ્સો કોની પાસેથી ડ્રગ્સ લાવીને વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ કરી છે.
કડી પોલીસે ગાંધીનગર FSLની ટીમનો કર્યો સંપર્ક
પોલીસને બાતમી હતી કે બે શખ્સો ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં છે, ત્યારે બ્રાઉન રંગના કાકરા જેવો પદાર્થ કોથળીમાં હતો અને પોલીસે પૂછપરછ કરી તો બન્ને આરોપીઓએ કબૂલ્યું કે આ ડ્રગ્સ મેકેડ્રોન ડ્રગ્સ છે, પોલીસે તપાસ માટે નમૂના ગાંધીનગર fslમાં મોકલી આપ્યા છે, પોલીસે કુલ મળીને 2,43,100 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, પોલીસ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી કરી રહી છે અને તેમને જેલના સળિયા પણ ગણતા કરી દીધા છે.