મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના ધોરણ 6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી છલાંગ લગાવી દેતા વાલીઓ અને સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થીને કોઈ કારણસર શિક્ષક દ્વારા ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવ્યો હતો. તે પછી તરત જ વિદ્યાર્થીએ અચાનક બીજા માળેથી કૂદી પડ્યો હતો.


શિક્ષકની સજા ભારે પડી?

જોકે, સદનસીબે તે બચી ગયો હતો, પરંતુ તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક શાળાના સ્ટાફ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે શાળા સંચાલકોનું નિવેદન પણ સામે આવ્યું છે. શાળા સંચાલકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને ઈજા થતાં તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીએ આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે અંગે તેમને કોઈ જાણ નથી. શિક્ષકે બહાર બેસાડ્યા પછી વિદ્યાર્થીએ કેમ છલાંગ લગાવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: