મહેસાણામાં ફરી એકવાર પશુ ચોર ટોળકીનો આતંક શરૂ થયો છે. જેના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મહેસાણા બાદ હવે કડી તાલુકાના આખજ ગામ માંથી તસ્કરો ગાયના ચાર વાછરડાંની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આખજ ગામમાં રહેતા પશુપાલક બાબુ રબારીના પશુવાડાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. મોડી રાત્રે કારમાં આવેલા ચોરટાઓએ પશુવાડામાંથી ગાયના 4 કિંમતી વાછરડાંની ચોરી કરી લીધી હતી.
મહેસાણા બાદ આખજ ગામમાંથી પશુઓની ચોરી
ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તસ્કરો કારમાં આવીને ચોરી કરતા કેદ થયા છે. સવારના સમયે વાછરડાં ગાયબ જોઈને પશુપાલક બાબુ રબારીએ તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ ચકાસતા ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે બાબુ રબારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.













