ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મોડાસાના દધાલિયા ગામે કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે કૂવામાંથી મૃતદેહ બહાર કાઢીને વધુ તપાસ હાથ ધરી છે. ટીંટોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીના મોડાસામાં યુવકનો મૃતદેહ મળ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા ગામમાં કૂવામાં એક યુવકનો મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ટીમની મદદથી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. રેસ્ક્યૂ ટીમે કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ યુવકનું નામ સુરેન્દ્રસિંહ રાઠોડ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.













