અરવલ્લી જિલ્લાના મોડાસામાં ITના દરોડામાં હવે EDની એન્ટ્રી થતાં ફફડાટ વ્યાપી ગયો છે. કરોડો રુપિયાની વિદેશમાં હેરાફેરી થઇ હોવાની શંકાના આધારે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી
મોડાસામાં એક ડોક્ટર તથા બિલ્ડરની ઓફિસ તથા મકાનમાં આઇટી અને ઇડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. બંને તપાસ એજન્સીઓએ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી થઇ રહી હોવાની શંકાના આધારે મની લોન્ડરિંગ તથા ફેમા એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરાઇ છે.













