અરવલ્લી જિલ્લાના મોડાસામાં પોલીસે વકીલને માર મારતાં મામલો બીચક્યો હતો. ત્યાર બાદ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએસને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટ પરિસરમાં પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતાં.પોલીસના મારથી ઈજાગ્રસ્ત થયેલા વકીલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાના ત્રણ દિવસ બાદ પીડિત વકીલે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાના 3 દિવસ બાદ પોલીસકર્મીઓ સામે ફરિયાદ
મોડાસામાં પોલીસે માર મારવાના કેસમાં વકીલ ગોપાલ ભરવાડે ઘટનાના ત્રણ દિવસ બાદ PSI ડાભી સહિત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. ટાઉન પોલીસે PSI ડાભી સહિત અન્ય પોલીસકર્મી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.જેમાં માર મારવો, મોબાઈલ ઝૂંટવી લેવો અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. વકીલને માર મારવાની ઘટનાને લઈ અરવલ્લી સહિત ગુજરાતભરના બાર એસોસિએશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.













