મોરબી તાલુકા પોલીસને સફળતા મળી. મોરબી પોલીસને બાતમી મળી હતી કે નવી પીપળી ગામમાં વિદેશી દારુનું ગેરકાયેદસર રિફિલિંગ કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે નવી પીપળી ગામમાં એક ઘર પર દરોડા પાડ્યા. આ દરોડામાં પોલીસને દારૂ બનાવવા માટેની સામગ્રી, ઇલેક્ટ્રિક મોટર, વજન કાટો, પાના પકડ અને એક છોટા હાથી સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા 5,37,200ના મુદ્દામાલ મળ્યો. પોલીસે દરોડામાં દારૂ બનાવનાર આરોપીની અટકાયત કરવા સાથે તમામ માલસામાન જપ્ત કર્યો. 


વિદેશી દારુના રિફીલીંગની મળી બાતમી

રાજ્યમાં દારુની હેરાફેરીને લઈને વહીવટીતંત્ર દ્વારા અનેક શંકાસ્પદ સ્થાનો પર નજર રાખવામાં આવે છે. દરમિયાન મોરબીમાંથી આજે વિદેશી દારૂ રિફિલિંગ કરવાનો મામલો સામે આવ્યો. મોરબી તાલુકા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે બાતમીદારો સક્રિય કર્યા. પોલીસને બાતમી મળી કે તાલુકાના નવી પીપળીમાં વિદેશી દારુનું રિફિલિંગ કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે સંદીપ રમેશભાઈ કાલરીયા નામના ઘરે દરોડા પાડ્યા. જયાં પોલીસને સંદીપના ઘરમાંથી પ્રતિબંધિત દારૂ અને તેના માલસામાનનો જથ્થો મળી આવ્યો.

પોલીસે દરોડામાં મુદ્દામાલ કબ્જે કર્યો

દરમિયાન મોરબી પોલીસને સંદીપના ઘરના વરંડામાથી સુપર ગેસના ભરેલા 42 બાટલા, સુપરગેસના 15 મોટા અને એક નાનો ખાલી બાટલો, ઇન્ડેન ગેસના 18 બાટલા, એક ઇન્ડેન ગેસનો ભરેલો બાટલો, એચપી ગેસના 16 ખાલી બાટલા, ગેસ રિફિલ કરવાની ઇલેક્ટ્રિક મોટર, એક નોઝલ સાથેની નળી, એક ઇલેક્ટ્રિક કાંટો, લોખંડના પાના નંગ 4 તેમજ જીજે - 36 - વી - 5456 નંબરનું છોટા હાથી જેવું સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા 5,37,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો

પોલીસની તપાસમાં આરોપી પોતાના ઘરના વરંડામાં ગેરકાયદેસર રીતે એક બાટલામાંથી ઇલક્ટ્રિક મોટર તેમજ અન્ય સાધનો વડે ગેસ કાઢી બીજા બાટલામાં ભરી જોખમી રીતે ગેસ રિફીલિંગ કરતો હોવાનું સામે આવતા તાલુકા પોલીસે આરોપી સંદીપ કાલરીયા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અન્વયે ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

  • Follow us on: