હળવદ ધાંગધ્રા હાઈવે પર ખેડૂત સાથે ભેજા બાજ લૂંટારોએ લૂંટ કરી હતી. સાધુના વેશમાં કારમાં આવી ખેડૂતનું મોટર સાઈકલ ઉભુ રખાવી મંદિરનું સરનામું પૂછીને સાધુને પગે લાગવાનું કહીને આ બંને લૂંટારાઓ ખેડૂત પાસેથી 1.22 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરી દીધી હતી. મોરબી એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ખેડૂતને કાર સાથે ઢસડી બંને જણા ફરાર થઈ ગયા હતાં

હળવદ તાલુકાના જીવા ગામના ખેડૂત હળવદ માર્કેટિંગ યાર્ડમાં તલ વેચવા આવ્યા હતા. તલ વેચ્યા બાદ તેઓ કોઢ ધવાણા તરફ જઈ રહ્યા હતા તે અરસામાં અચાનક જ સ્વિફ્ટ કાર લઈને આવેલા બે લોકોએ ખેડૂતને ઊભો રાખ્યો હતો. શિવ મંદિર ક્યાં આવેલું છે હું સાધુ છું મને પગે લાગ મારા જેવા સાધુ તને ક્યારેય નહીં મળે. દર્શન કરવા પણ દુર્લભ છે. ખેડૂત સાધુને પગે લાગવા માટે નામે છે તે દરમિયાન ખેડૂતના ખીચામાં રહેલા રૂપિયા ઠગ સાધુ તેમજ તેના સાથીદાર કારચાલકે લૂંટી લીધા હતાં.ત્યાર બાદ ખેડૂતને કાર સાથે ઢસડી બંને જણા ફરાર થઈ ગયા હતાં.

ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

ફરિયાદી અરજણભાઈ રણછોડભાઈએ તેઓની સાથે લૂંટનો બનાવ બનતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હળવદ પોલીસને જાણ થતા વિવિધ વિસ્તારમાં નાકાબંધી કરી લૂંટારોને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પોલીસે ગણતીના કલાકોમાં લૂંટારાઓને પકડીને એક લાખ વીસ હજાર રોકડા તેમજ ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે ઊંડી તપાસ કરતા આરોપી બહાદુર નાથ સુરમનાથ તેમજ ધારુંનાથ ઝવેરીનાથ પોતાની ગ્રે કલરની સ્વિફ્ટ કાર લઈને ખેડૂતને ઉભા રાખી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બંને આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા હતાં. વધુ પૂછપરછ હાથ ધરતા આ બંને આરોપી રીઢા ગુનેગાર હોવાથી તેમના પર વાંકાનેર પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુના નોંધાયેલા છે. તેમજ ધોરાજી પોલીસ સ્ટેશનમાં એક, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એક આમ કુલ આઠ જેટલા ગુનાઓમાં સામેલ આ બંને વાંકાનેરના જ રહેવાસી છે. બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.


  • Follow us on: