મોરબીના સિરામીક લેબર ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. જ્યાં પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. આ ઘટના મોરબીના સિરામીક લેબર ક્વાર્ટરમાં બની હતી. જ્યાં મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શ્રમિક કાના બારેલાએ પોતાની પત્ની બ્રિન્દાની હત્યા કરી હતી. દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હત્યા સુધી પહોંચ્યો.


મોરબીના સિરામીક લેબર ક્વાર્ટરમાં થઇ હત્યા

આ દંપતીને એક 11 વર્ષનું સંતાન પણ છે. હત્યા કરતાં પહેલાં કાના બારેલાએ પોતાના બાળકને પાડોશીને ત્યાં મૂકી આવ્યો હતો અને ત્યારબાદ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. તેણે બોથડ પદાર્થ વડે પત્ની બ્રિન્દાના માથા પર ઘા મારીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પતિ કાના બારેલા લેબર ક્વાર્ટરને બહારથી બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બોથડ પદાર્થ વડે પત્નીની હત્યા કરી પતિ થયો ફરાર

મોરબી બી ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં વધતી હિંસા અને સંઘર્ષની માનસિકતા દર્શાવે છે.


  • Follow us on: