મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક અત્યંત કરુણ ઘટના બની છે. ચંદ્રગઢ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બે શ્રમિક યુવાનો ડૂબી ગયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દ્વારા બંને યુવાનોની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ડૂબી ગયેલા યુવાનોની ઓળખ અશ્વિન રાઠવા અને હિતેશ રાઠવા તરીકે થઈ છે. જેઓ ખેતમજૂર તરીકે કામ કરતા હતા.













