મોરબી જિલ્લામાં જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે. મોરબી જિલ્લાના 10 ડેમમાં પાણીની આવક થઈ રહી છે. મચ્છુ-1, મચ્છુ -3 ડેમ 100 ટકા ભરાયા છે. બ્રાહ્મણી 2 અને ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાયા છે. મોરબીનો મચ્છુ 2 ડેમ 70 ટકા ભરાયો છે. જિલ્લામાં લોકોને નદી કાંઠેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લાના દસ ડેમમાં કુલ 78.85 % જળસંગ્રહ થયો છે.
મોરબી જિલ્લામાં જળાશયોમાં પાણીની આવક













