મોરબી જિલ્લાના હળવદ શહેરમાં એક વ્યક્તિએ કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૃતકની પત્નીએ 10 લોકો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતકે આરોપી ભરત પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતાં
નવનીતભાઈ આદ્રોજાએ આરોપીઓ પાસેથી લીધેલા જમીનના બધા પૈસા ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓએ જમીનનો દસ્તાવેજ નહીં કરી આપી તથા વધુ એક કરોડ રૂપિયાની માગ કરી હતી. મૃતકે આરોપી ભરત પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતાં જે ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની માગ કરવામાં આવતી હતી. આરોપી અનિલ અને ગજાનંદે બાકી રૂપિયાની ઉઘરાણી કરી મૃતકને ભારે ચિંતામાં ધકેલી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.













