ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ફુલસર વિસ્તારમાં દબાણ હટાવવાની મેગા કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી. મનપાનો મસમોટો કાફલો ફુલસર પાસેની આવાસ યોજના નજીક થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા દોડી આવ્યો હતો. આ કાર્યવાહીમાં TPના રિઝર્વ પ્લોટ અને 18 મીટરના રસ્તા પર થયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા.
ફુલસર પાસે આવાસ યોજના નજીક દબાણો હટાવાયા
મનપા દ્વારા 3 JCB સહિત મોટા પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ દબાણો દૂર કરાયા. સતત બે દિવસની કામગીરીના અંતે મનપાએ કુલ 16,500 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી છે. જેનું બજારમાં મૂલ્ય અંદાજે 60 કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું છે.













