ભાવનગરના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક વ્યકિતએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે, કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે, પોલીસ સ્ટેશનમાં આવીને મૃતકે અનાજમાં નાખવાની ટિકડીઓ ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે, ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
અનાજમાં નાખવાની ટિકડીઓ ગટગટવાની આપઘાત કર્યો
પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે લાવવામાં આવેલા વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો છે, યોગેશભાઈ નામના વ્યક્તિને પાલીતાણા ટાઉન પોલીસ ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી, જે દરમિયાન પોલીસ સ્ટેશનના ટોયલેટમાં જઈને અનાજમાં નાખવાની ટિકડીઓ ગટગટાવી લેતા યોગેશભાઈ પોલીસ સ્ટેશનમાં ઢળી પડ્યા હતા













