જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં તમામ દર્દીઓને TT, ARV અને રેબિસ વિરોધી રસી આપવામાં આવી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોના આતંકથી લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વધતા કેસોને લઈને સ્થાનિક પાલિકા તંત્રને તાત્કાલિક પગલાં લેવા તથા રખડતા શ્વાનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ ઉઠી રહી છે.
ઈડરની આસપાસના ગામોમાં રખડતા શ્વાનોની સંખ્યામાં વધારો થયો છે
શિયાળાની ઋતુ શરૂ થતાં જ ઇડર તેમજ આસપાસના ગામોમાં રખડતા શ્વાનોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલ સ્ટાફ મુજબ, શ્વાન કરડતા દર્દીઓને નિયમિત રીતે ચાર ડોઝની રસી આપવામાં આવે છે, જેથી રેબિસ જેવી જીવલેણ બીમારીથી બચી શકાય. અનેક વિસ્તારોમાં શ્વાનો બેફામ રીતે ફરતા હોય, સ્થાનિકો માટે બહાર નીકળવું પણ જોખમી બની રહ્યું છે. લોકોમાં ભયનું વાતાવરણ ફેલાતા પાલિકા તંત્ર અને પ્રાણી નિયંત્રણ વિભાગે સંકલિત પગલાં લઈ શ્વાનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ તેજ બની છે.













