સાબરકાંઠા જિલ્લામાં એક ગંભીર અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ થયું હતું. જે કારણે પાછળ ઉભેલા ખેડૂત પર ટ્રેક્ટર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેડૂતને પગ અને છાતીના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે.


પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ આવ્યું

ઘટનાની મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરના કાકણોલ ગામમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જયેશભાઈ ડાયાભાઈ પટેલ નામના ખેડૂત પોતાના ઘરના દરવાજા પાસે ઉભા હતા. આ દરમિયાન તેમના ઘરના ફળિયામાં પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ આવ્યું હતું. આ રિવર્સ આવેલું ટ્રેક્ટર તેમના પર ફરી વળતા તેમને પગ અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - ચૂંટણી પ્રક્રિયામાં BLOની ભૂમિકા નિર્ણાયક, જાણો શું કામ કરે છે Booth Level Officer?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: