સાબરકાંઠાના ઈડર તાલુકામાં એક લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા લગ્ન પછી ઘરેણાં અને રોકડ લઈને ફરાર હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કિસ્સાની વિગતો
નૈમેશ પટેલ, રામપુર, ઈડર ખાતે રહેતા યુવકનું ચાંદની રમેશ રાઠોડ સાથે લગ્ન થયું હતું. દલાલ દ્વારા યુવકને ચાંદની ની ઓળખાણ કરાવાઇ હતી ત્યારબાદ બંનેના મંદિરમાં વિધિવત લગ્ન થયા હતા અને થોડા દિવસ પછી ચાંદની ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઇ ગઇ હતી













