ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ફુલસર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા સ્વામિનારાયણ મંદિરની પાછળની સાઇડમાં અને ફુલસર આવાસ યોજના પાસે થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. મનપાના આ અભિયાનમાં કુલ 3 ધાર્મિક સ્થાન સહિત 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો 18 મીટરના રોડના નિર્માણમાં અડચણરૂપ હતા.
આવાસ યોજના પાસે થયેલા ગેરકાયદે દબાણો દૂર
જેને પગલે જાહેર માર્ગ ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ મેગા ડિમોલિશનની કામગીરી મોટા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. મનપાનું આ દબાણ હટાવવાનું અભિયાન શહેરના વિકાસ અને માર્ગોને ખુલ્લા કરવાના હેતુથી યથાવત છે.













