મોરબીના વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયું છે, વઘાસીયા ટોલનાકા નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, અજાણ્યા વાહનની ટક્કરથી આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માતની ઘટના

મોરબીના વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટનાથી એક બાઈક સવારનું મોત થયું છે, અજાણ્યો વાહન ચાલક ફુલ સ્પીડમાં બાઈક ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે, તો આસપાસના સ્થાનિકોએ યુવકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયો હતો તો જયદીપ ખમાણીનું સારવાર દરમિયાન મોત થયું છે, વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથધરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

  • Follow us on: