નવસારીમાં પત્નીના વિયોગમાં મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદહે આજે મળ્યો. યુવાને શનિવારના રોજ પૂર્ણ નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનના આપઘાતની ઘટનાની સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. દરમિયાન યુવાનને બચાવવા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણ પ્રયાસ હાથ ધરાયા હતા. નદીમાં તરવૈયાની મદદથી યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે બે દિવસની મહેનત બાદ આખરે યુવાનનો પૂર્ણા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો.


પત્ની અને ભાઈ ગુમાવતા યુવાન થયો હતાશ

ધારાગિરી નજીક પૂર્ણા નદીમાં છલાંગ લગાવી આપઘાત કરનાર યુવાનનું નામ શૈલેષ શેખલીયા છે. 23 વર્ષીય યુવાને પત્નીનો વિયોગ સહન ના થતાં આપઘાત કર્યો હોવાનું સ્થાનિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું. મૃતક યુવાનની પત્ની આરતીનું ત્રણ મહિના પહેલા અવસાન થયું હતું. શૈલેષ નામના આ યુવાનની પત્નીનું પૂર્ણા નદીમાં જ ડૂબી જવાના કારણે મોત નિપજયું હતું. યુવાનને વધુ આઘાત એટલા માટે લાગ્યો હતો કે આ સમયે પત્નીની સાથે તેના ભાઈનું પણ મોત થયું હતું. શૈલેષ માટે પત્ની અને ભાઈને એકસાથે ગુમાવતા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

પત્ની આરતીનું જે નદીમાં ડૂબવાથી જ મોત થયું હતું ત્યાં શનિવાર 21 જૂનના રોજ યુવાને નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો. ફાયરબ્રિગેડ અને તરવૈયા દ્વારા ભારે જહેમત આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બે માસ અગાઉ પત્ની ગર્ભવતી થતાં પરીવારમાં આનંદનું વાતાવરણ હતું. પરંતુ અચાનક દુર્ઘટના બનતા ગર્ભવતી પત્ની અને ભાઈનું મૃત્યુ થતાં યુવાને હતાશમાં આપઘાતનું પગલું લીધું. નવસારી મનપાના ફાયર જવાનોને કસ્બા ગામ નજીક પુર્ણા નદીના પટમાંથી શૈલેષની લાશ મળી. યુવાનનો મૃતદેહ બહાર કાઢી ગ્રામ્ય પોલીસે લાશનો કબજો લઈ પી.એમ માટે મોકલી આપી.

  • Follow us on: