નવસારીના વાસંદામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. વાંસદાના વાંદરવેલા ગામે પાવડી ફળીયા પાસેથી આ વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. એક વ્યક્તિના મૃતદેહ મળવાનો મામલો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. મૃતદેહની આસપાસ પૂજાની સામગ્રી હોવાથી તે ભૂવો હોવાનું પોલીસનું અનુમાન છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
વાંદરવેલામાં મળ્યો ભૂવાનો મૃતદેહ













