આઇપીએલ 2025ની જીત સૌ કોઇને યાદ રહેશે. કારણ કે, આ જીતના હિરો છે વિરાટ કોહલી. 18 વર્ષની મહેનત અને રાહ જોયા બાદ જીતની ટ્રોફી RCBને ફાળે આવી છે. ત્યારે આ જીત જાણે સૌ કોઇની અંગત જીત હોય તેમ લોકોએ ઉજવણી કરી હતી. પરંતુ નવસારીમાં RCB ફેન્સ ઉજવણી દરમિયાન એટલા તલ્લીન થયા કે તેઓ ભૂલી ગયા કે તે જાહેર માર્ગ પર આ સમગ્ર ઉજવણી કરી રહ્યા છે. RCB ફેન્સે પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યુ છે.


જીતની ઉજવણીમાં ભંગ

સમગ્ર દેશમાં RCBની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે ગુજરાતના નવસારીમાં આ રંગમાં ભંગ પડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જાહેર માર્ગ પરથી ટોળુ વિખેરવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો. જેમાં કેટલાક યુવકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ સિવાય તેઓએ પોલીસકર્મી અને હોમગાર્ડને ધક્કે ચઢાવ્યા હતા. લોકોએ જ્યારે ધક્કે ચઢાવવાનું શરુ કર્યુ ત્યારે પોલીસકર્મી તથા હોમગાર્ડની આ ટોળા સાથે ઝપાઝપી થઇ હતી. ઘર્ષણ દરમિયાન ઉગ્ર બોલાચાલી કરી હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસ સાથે કરાઇ ઝપાઝપી

RCBની જીતનો જશ્ન એટલા માટે પણ ખાસ હતો કારણ કે, આઇપીએલ ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ હતી. ગુજરાતમાં RCBએ 18 વર્ષ બાદ જીતનો સ્વાદ ચાખ્યો હતો. પરંતુ આ ઉજવણી દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ અતિ ઉત્સાહિત જોવા મળ્યા હતા. અને તેઓએ જીતની ઉજવણી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતુ. હવે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.  

  • Follow us on: